ભોજપુરી ફિલ્મોના મેગાસ્ટાર રવિ કિશનની પુત્રી રીવાએ બોલીવુડમાં કરી એન્ટ્રી

0
4

મુંબઇ,તા.૩
ભોજપુરી ફિલ્મોના મેગાસ્ટાર રવિ કિશનની ખુબસુરત પુત્રી રીવા કિશને તેની પહેલી ફિલ્મ ‘સબ કુશલ મંગલ હૈ’નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. શનિવારે સાંજે ઝારખંડની રાજધાની રાચીમાં ફિલ્મનું મૂહુર્ત કરવામાં આવ્યુ હતુ. રવિ કિશનનું કામ સભાળતા ઉદય ભગતે આ જાણકારી આપી છે. આ ખાસ પ્રસંગે રવિ કિશન પોતાની પત્ની પ્રીતિ શુક્લા સાથે ત્યાં હાજર રહ્યા.
એટલુ જ નહી રવિ કિશનને વર્ષો પહેલા મોટી બ્રેક અપાવનારા નીતિન મનમોહન અને આ ફિલ્મની નિર્માત્રી તેમની પુત્રી પ્રાચી મનમોહન, વિતેલા જમાનાની મશહૂર અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી, નિર્દેશક કરણ કશ્યપ અને ફિલ્મના હિરો પ્રિયાંક શર્મા પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે પ્રિયાંક શર્મા પદ્મિની કોલ્હાપુરીનો પુત્ર છે. ફિલ્મનું નિર્માણ વન અપ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની શૂટિંગ ઝારખંડમાં જ કરવામાં આવશે.
રવિ કિશને આ ખાસ અવસર પર જણાવ્યુ હતુ કે રીવાને મે બચપનથી જ અભિનય કરતા જાઈ છે. રીવાએ નાનપણથી જ ફિલ્મો બનતા જાઈ છે તેણે હંમેશા મારી ફિલ્મોને જાઈને મને સચોટ રિવ્યુ આપ્યો છે. એક રીતે જાઈએ તો રીવા જન્મજાત કલાકાર છે. આ ફિલ્ડમાં તેનું ભવિષ્ય ખુબજ ઉજળુ છે. રીવાએ અમેરિકામાં એકિટંગ કોર્પ ઇન્સ્ટીટ્યુટમાં દોઢ વર્ષ સુધી અભિનયની તાલીમ મેળવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY