મુંબઇ,તા.૩
બૅન્કનું કરોડો રૂપિયાનું દેવુ કરી વિદેશ ભાગી જનારા નીરવ મોદીની કિહીમ બીચ નજીક આવેલી સંપત્તિ એટલે કે તેમના બંગલા અને તેની તમામ કિંમતી ચીજા પર રાયગઢ વહીવટી તંત્રએ કબજા કરી લીધો છે અને આવતા અઠવાડિયા સુધી બંગલાને જમીનદોસ્ત કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવામાં આવ્યું હતું.
નીરવ મોદીની કિંમતી વસ્તુમાં થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાના ગઝેબો (નાનકડું ગાર્ડન), જુકુઝી (અન્ડર વાટર બાડી મસાજ કરવાનું યંત્ર) અને બે બુદ્ધની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. રાયગઢના વહીવટી તંત્રના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, જાહેર બાંધકામ વિભાગ દ્વારા મોદીની કિંમતી વસ્તુઓની હરાજીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે અને તેને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. આમાંથી કેટલીક વસ્તુઓ ઇડીને સોંપવામાં આવી છે અને બાકી રહેલી વસ્તુઓની હરાજી કરવામાં આવશે. જાકે, હરાજીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે, પણ કઇ વસ્તુની હરાજી કરવી જોઇએ તે હજુ નક્કી કરાયું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




