એક્શનથી ભરપુર ‘કમાંડો-૩’નું ધમાકેદાર ટીઝર રિલીઝ

0
8

મુંબઈ,તા.૪
ત્રણ વર્ષ પહેલાં બાદશાહો બનીને ધમાલ મચાવનાર વિદ્યુત જામવાલ બહુ જલ્દી કમાંડો ૩માં જાવા મળવાનો છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં તે કમાંડો સિરીઝની પહેલી બે ફિલ્મોની જેમ જ જબરદસ્ત એક્શન દ્રશ્યો કરતા જાવા મળે છે. કમાંડો ૩માં એક્શનનો ડોઝ વધારે છે.
૧૮ સેકંડના ટીઝરમાં વિદ્યુત જબરદસ્ત એક્શન કરતો નજરે ચડે છે. આ ફિલ્મ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં વિદ્યુત સાથે અદા શર્મા કામ કરી રહી છે. આ ફિલ્મમાં ગુલશન દેવ અને અંગિરા ધર જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે.
કમાંડો સિરીઝની ફિલ્મોની ખાસ વાત એના વિલન હોય છે. આ ફિલ્મોના વિલન બહુ ખુંખાર હોય છે. હવે કમાંડો ૩માં કોણ વિલન હશે એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. આ સિરીઝનો પહેલો પાર્ટ હિટ સાબિત થયો હતો પણ બીજા પાર્ટ ખાસ સફળ નહોતો થયો. હવે કમાંડો ૩નું ભવિષ્ય તો આવનારો સમય જ બતાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY