કંગનાએ રણબીર કપૂરનાં અભિગમની આકરી ટીકા કરતા તેની ઝાટકણી કાઢી

0
5

મુંબઈ,તા.૪
એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’ની સફળતાની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં મીડિયા સાથે વાત કરતી વખતે કંગનાએ બોલિવૂડના ટોચના કપૂરપરિવારના રણબીર કપૂરના અભિગમની આકરી ટીકા કરીને તેની ઝાટકણી કાઢી હતી.
હકીકતમાં રણબીરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના રાજકારણમાં પ્રવેશ વિશે જવાબ આપ્યો હતો કે મારા ઘરમાં વીજળી છે, પાણી છે…તો પછી મારે રાજકારણમાં જવાની શું જરૂર? રણબીરના આ નિવેદનની ઝાટકણી કાઢતા કંગનાએ કહ્યું છે કે આ બહુ દુખદાયક છે કે જે દેશે તેમને સ્ટાર સ્ટેટસ અને બીજું ઘણું આપ્યું છે એના માટે રણબીરના દિલમાં જરા જેટલી પણ દરકાર નથી.
કંગનાની ફિલ્મોની વાત કરીએ તો એ હવે મેન્ટલ હૈ ક્્યામાં જાવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રકાશ કોવલમુંડી કરી રહ્યા છે જ્યારે પ્રોડક્શનની જવાબદારી એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ સંભાળી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY