મુંબઈ,તા.૧૩
ગુરુવારે સેન્સેક્સ સકારાત્મકતા સાથે ૩૬૦૦૪.૪૯ના સ્તર પર ખૂલીને ઘરેલું કારણોસર ડાઉન ગયું હતું. જે એક તબક્કે ૩૬૯૦૦ની સપાટી પર પણ નીચું ઉતરી ગયું હતું. જા કે છેલ્લી મીનિટોમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથ ફાઈનલ હોવાની અને માત્ર ઔપચારિકતાઓ જ બાકી હોવાના મીડિયા રિપોટ્ર્સને પગલે પછી તે રિકવર થતાં દિવસને અંતે ૧૫૦ પોઈન્ટ જેટલું ઉંચકાયું હતું. સેન્સેક્સ બંધ થયો ત્યારે ૧૫૦.૫૭ પોઈન્ટ સાથે ૩૫૯૨૯.૬૪ની સપાટી પર બંધ રહ્યો હતો. તો નિફ્ટી ૫૩.૯૫ પોઈન્ટ સાથે ૧૦૭૯૧.૫૫ પર બંધ રહ્યો હતો.
રૂપિયો ગુરુવારે મજબૂતી સાથે ૩૦ પૈસા વધીને ખૂલ્યો હતો. ડોલરની સરખામણીએ રૂપિયો ૩૦ પેસાની મજબૂતી સાથે ૭૧.૭૧ના સ્તર પર ખૂલ્યો હતો. જા કે બુધવારે ક્લોઝિંગ દરમિયાન કાચા તેલની કિંમતોની અસરને પરિણામે તે ૧૬ પૈસા ઘટીને ૭૨.૦૧ના સ્તર પર પહોંચી ગયો હતો.
શેરબજારમાં ઉછાળ અને આરબીઆઈના ગવર્નરની ઝડપી નિયુક્તિએ રૂપિયા પર સાનુકૂળ અસરો પાડી હતી. જેને કારણેને રૂપિયાને મજબૂતી મળી હતી.
આરપીપી ઈન્ફ્રા પ્રો, શક્તિ પંપ, ટેસ્ટી બાઈટ ઈટ, વિસાકા ઈન્ડ, રાને બ્રેક લીન, ટીમકેનન ઈન્ડિયા જેવા શેરોની કિંમતોમાં ઉછાળો જાવા મળ્યો હતો.
યસ બેક, એપ્ટેક, ગોદાવરી પાવર જેવા શેર પટકાયા હતા. ગુરુવારે શેરબજાર ભારે ઉછાળા સાથે ખૂલ્યું હતું, સેન્સેક્સ ૨૨૫.૪૨ પોઈન્ટ એેટલે કે ૦.૬૩ ટકાના ઉછાળા સાથે ૩૬૦૦૪.૪૯ પોઈન્ટ પર અને નિફ્ટી ૭૩.૧૫ પોઈન્ટ એટલે કે ૦.૬૮ ટકાના ઉછાળા સાથે ૧૦૮૧૦.૭૫ પોઈન્ટ પર ખૂલ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



