મુંબઈ,તા.૪
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ૨૦૧૨ની હિટ ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યરની સિક્વલનું કામ લગભગ ટાઇગર શ્રોફે પૂરું કરી લીધું હતું. એણે કહ્યું કે હવે અમે માત્ર એક ગીત શૂટ કરવાના છીએે.
‘આ ગીતમાં હું આલિયા ભટ્ટ સાથે ડાન્સ કરવાનો છું. આલિયાનો આ કેમિયો છે. કરણ જાહરે આલિયા સાથે વાત કરી લીધી છે. આ ડાન્સ ગીત ઇન્ટ્રોડક્ટરી ગીત છે. એનું શૂટિંગ કરવાનું બાકી છે’ એમ ટાઇગરે પોતાના ૨૯મા બર્થ ડે પર કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે આ ગીત ખૂબ ખર્ચાળ અને જાવા જેવું બનશે. આખરે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ જેવા માતબર બેનરની છે એટલે સારો એવો ખર્ચ પણ થશે. જા કે આ ગીત વિશે વધુ કંઇ કહેવાનો એણે ઇનકાર કર્યો હતો. એણે કહ્યું કે હજુ મને જ ખબર નથી કે આ ગીત કયું છે અને એની કોરિયોગ્રાફી કોને સાંપવામાં આવી છે. હું માત્ર ચીંધ્યું કામ કરનારો માણસ છું. બહુ લપ્પન છપ્પન કરતો નથી.
એણે વધુમાં કહ્યું કે મારા વિશે અને મારી ફ્રેન્ડ દિશા પટની વિશે જેને જે બોલવું હોય તે બોલવા દો. મને એવા લોકોની કશી પરવા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




