ચંડીગઢ,તા.૪
હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે ૧૯૯૧ બેચના વરિષ્ઠ અધિકારી અશોક ખેમકા સહિત ૯ IAS અધિકારીઓની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરી છે. હરિયાણા સરકારે રવિવારે બદલી અને તૈનાતીના ઓર્ડર જારી કર્યાં. રમતગમત અને યુવા મામલાઓના વિભાગના મુખ્ય સચિવપદ પર રહેલા અશોક ખેમકાને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં મુખ્ય સચિવપદે નિયુકિત મળી છે. ખેમકા આ પદે પહેલા પણ રહી ચૂક્્યાં છે.
ચર્ચિત IAS અધિકારી અશોક ખેમકાની ૨૭ વર્ષની કારિકિર્દીમાં આ તેમની ૫૨મી બદલી છે. આ પહેલા ૫૧મી ટ્રાન્સફરમાં તેમણે સતત થઇ રહેલી બદલીઓથી નારાજ થઇને કહ્યું હતું કે તેમનું ભેજા ફ્રાય થઇ ગયું છે. ૧૯૯૧ બેચના અધિકારી ખેમકાની લગભગ ૧૫ મહિના પહેલા રમતગમત અને યુવા મામલાઓના વિભાગમાં નિમણૂક થઇ હતી.
IAS અધિકારી અશોક ખેમકાનું નામ એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની કપંની અને રીયલ એસ્ટેટ કંપની ડીએલએફ વચ્ચે થયેલી જમીન ડીલને રદ્ કરી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



