જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘રો’નું ટ્રેલર રિલીઝ

0
20

મુંબઈ,તા.૪
જ્હોન અબ્રાહમ એક વાર ફરી સિનેમાઘરોમાં સત્ય ઘટના પર આધારિત કહાનીને લઈને આવી રહ્યો છે. તેની સ્પાઈ થ્રિલર મૂવી ‘રો’ ‘રોમિયો અકબર વાલ્ટર’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ટ્રેલરમાં જ્હોનનો લુક ખુબજ ઇમ્પ્રેસિવ છે. રોબી ગ્રેવાલના ડિરેક્શનમાં બનેલ ‘રો’ ફિલ્મમાં મૌની રોય મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મમાં જ્હોન એક જાસુસની ભુમિકા નિભાવી રહ્યો છે.સોશિયલ મીડિયા પર ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જો કે ટીઝરના મુકાબલે ટ્રેલર થોડુ કમજાર લાગી રહ્યું છે.
લોકો ફિલ્મનું ટ્રેલર જોઈને ખતરનાક, મસ્ટ વોચ, જબરદસ્ત, પાવરફુલ, શાનદાર જેવી કમેન્ટ કરી રહ્યા છે. ટ્રેલરમાં જ્હોનની એક્શન ખુબજ દમદાર છે. ટ્રેલરને જોયા પછી પ્રશંસકોના મનમાં આ ફિલ્મ જોવાની તાલાવેલી લાગી છે. ફિલ્મ રિલીજ થાય એ પહેલા ફેન્સે આ ફિલ્મ સુપરહિટ ગણાવી છે. આ ફિલ્મ ૫ એપ્રીલે સિનેમાઘરોમાં આવશે. ‘રો’માં જ્હોન અબ્રાહમ-મોની રોય સિવાય જેકી શ્રોફ, સિકંદર ખેર, સુચિત્રા કૃષ્ણામૂર્તિ મહત્વની ભુમિકા નિભાવી રહ્યા છે.
જ્હોન અબ્રાહમ આ પહેલા મદ્રાસ કાફેમાં એક ભારતીય અફસરની ભૂમિકા નિભાવી ચુક્યો છે જે શ્રીલંકાના અશાંત ક્ષેત્રમાં મિશન પર છે. ‘રો’ માટે જ્હોન અબ્રાહમ પોતાના લૂક સાથે ગજબનું એક્સપિરિમેન્ટ કરી રહ્યો છે. સમાચારો અનુસાર ફિલ્મમાં જ્હોન ૧૮-૨૦ અલગ અલગ લુકમાં નજર આવશે. ટ્રેલર પહેલા રિલીઝ થયેલા પોસ્ટર્સ અને ટીઝરમાં તેમનો લુક્સની કેટલીક ઝલક જોવા મળી હતી, ‘રો’માં પાકિસ્તાનનું લોકેશન બતાવવા માટે મેકર્સે ગુજરાતમાં સેટ બનાવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY