‘મેડ ઇન હેવન’થી વિજય રાજ વેબની દુનિયામાં ડેબ્યુ કરશે

0
288

મુંબઈ,તા.૫
નિર્દેશક-અભિનેતાની જોડી, જોયા અખ્તર અને વિજય રાજ ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સીરીઝ ”મેડ ઇન હેવન” સાથે વાપસી કરવા માટે પુરી રીતે તૈયાર છે. ગલી બોયમાં પોતાના પાત્રની સાથે એક ઉંડી છાપ છોડનાર અભિનેતા અભિનેતા વિજય રાજ હવે જાયા અખ્તર અને રીમા કાગતી દ્વારા બનાવવામાં આવેલી આગામી પ્રાઇમ ઓરિજનલ સીરીઝમાં એક મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. આ વર્ષે વિજય રાજે પોતાના પ્રતિષ્ઠિત પાત્રોની સાથે લોકોને ખૂબ મનોરંજન પુરૂ પાડ્યું છે અને હવે ”મેડ ઇન હેવન”ની સાથે તે વેબની દુનિયામાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
શોમાં થનાર લગ્નમાં દર્શકો વચ્ચે ખૂબ ઉત્સુકતા પેદા કરવામાં આવી છે. દિલ્હીમાં ઘણા સ્થળો પર શૂટિંગ કરવામાં આવ્યું છે. ”મેડ ઇન હેવન” પરફેક્ટ વેડિંગનું પરફેક્ટ વર્ણન રજૂ કરે છે. જાયા અખ્તર, નિત્યા મેહરા, અલંકૃતા શ્રીવાસ્તવ અને પ્રશાંત નાયરની સાથે રીમા કાગતીએ લગ્નના વિભિન્ન પાસાઓને રજૂ કરવા માટે સહયોગ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY