‘૮૩’માં મદનલાલનું પાત્ર સંગીતકાર હાર્ડી સંધૂ ભજવશે

0
24

મુંબઈ,તા.૬
ગાયક હાર્ડી સંધૂ, જે પૂર્વ અંડર-૧૯ ક્રિકેટર રહી ચૂક્યા છે, તે હવે કબીર ખાનની ૮૩માં ઓલરાઉન્ડર મદનલાલનું મોટા પડદા પર ભજવવા માટે તૈયાર છે, જેમણે ૧૯૮૩ વર્લ્ડ કપ ફાઇનલમાં બધી મહત્વપૂર્ણ વિકેટ પર કબજા જમાવ્યો હતો. આ ફિલ્મની સાથે ગાયક-સંગીતકાર હાર્ડી સંધૂ બોલીવુડમાં પોતે ડેબ્યૂ કરી રહ્યા છે.
૧૯૮૩ના વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન સર વિવિયન રિચડ્‌ર્સની મહત્વપૂર્ણ વિકેટ લેનાર પૂર્વ ક્રિકેટર મદનલાલ, વિશ્વ કપ ફાઇનલમાં મોહિંદર અમરનાથની સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતા, બંનેએ ત્રણ-ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.
નિર્માતા કબીર ખાનની ફિલ્મમાં પૂર્વ ક્રિકેટરની ભૂમિકા ભજવવાને લઇને હાર્ડિ સંધૂએ જણાવ્યું હતું કે ”એમ્મી વિર્ક, જે ફિલ્મમાં બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવી રહ્યા છે, સાથે જ ટીમમાંથી એક અન્ય કોચે આ પાત્ર માટે મારા નામની ભલામણ કરી હતી. હું અંડર-૧૯ અને રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છું. કબીર સરે અંતિમ લેતાં પહેલાં મને ભૂમિકા માટે તૈયાર થવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો.
પોતાના પાત્રને બારીકાઇપૂર્વક સમજવા માટે હાર્ડી સંધૂ મોટા પડદે મદનલાલના વીડિયો જાઇને તેમની રીત-ભાત શિખવાનો પ્રયત્ન કરતા હતા. રસપ્રદ વાત એ છે કે બેંગલુરૂના રાષ્ટ્રિય શિબિરમાં પસાર કરવામાં આવેલા સમય દરમિયાન હાર્ડી સંધૂએ સર મદન લાલે પોતે ટ્રેન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY