‘ભારત’નું શૂટિંગ પૂર્ણ, કેટરીના કેફે શેર કર્યો ફોટો

0
270

મુંબઈ,તા.૬
કેટરીના કેફ અને સલમાન ખાન ફરી એકવાર ફિલ્મ ભારતથી ફેન્સના દિલ જીતવા માટે તૈયાર છે. ડાયરેક્ટર અલી અબ્બાસ જફરના ડાયરેક્શનમાં બની રહેલી ભારતનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. કેટરીના કેફે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને સલમાનનો ફોટો શેર કરતા રેપઅપની ખબર પોસ્ટ કરી છે. કેટરીનાએ ફોટોની સાથે થેંક્્યૂ પોસ્ટ પણ લખી છે જેમાં તે ફિલ્મની ટીમનો આભાર વ્યક્ત કરતી દેખાઈ રહી છે.
કેટરીનાએ સલમાનની સાથે આ શાનદાર ફોટો શેર કરતા લખ્યું છે કે, ભારતની રેપઅપ ફટો, મારા માટે ફિલ્મનો રોલ શાનદાર અને એક્સાઇટિંગ રહ્યો. ફિલ્મ બનાવવાની મેકિંગ ખૂબ પ્રોત્સાહિત કરનારી હતી. આ સાથે કેટરીનાએ સલમાન ખાન, અલી અબ્બાસ જફર, અતુલ અગ્નિહોત્રી અને અલવીરા ખાનનો આભાર વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે, ભારત સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં ૧૯૫૦થી લઈને ૨૦૧૪ સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં પણ આ પ્રકારનું છે, જેમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY