આસામના બુઘરીમાં ભારત-બાંગ્લા સરહદ પર સ્માર્ટ ફેન્સિંગ સિસ્ટમ લગાવવાનું શરુ

0
195

ગૌહાટી,તા.૬
આસામનાં બુધરી જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્માર્ટ ફેન્સિંગ સીસ્ટમ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. અંદાજીત ૬૧ કિલોમીટર લાંબી સરહદને સ્માર્ટ ફેન્સિંગ તાર વડે સુરક્ષિત કરવાનાં કામની શરૂઆત કેન્ડ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કરાવી હતી.ભારત-બાંગ્લાદેશ સરહદ પર CIBMS(વ્યાપક એકિકૃત સીમા પ્રબંધન પ્રણાલી) હેઠળ બોર્ડર ઇલેક્ટ્રોનિકલી ડોમિનેટેડ કિયું-આર-ટી સિસ્ટમ(BOLD-QIT) ની શરૂઆત થયા બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ પર રોક લાગશે.
બોર્ડર સિકિયુંરિટી ફોર્સ(BSF) બાંગ્લાદેશ સાથે ૪,૦૯૬ કિલોમીટર લાંબી આતંરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરી રહ્યા છે. સીમા પર તેમજ અન્ય જગ્યાએ સીમા પર પૂરનાં ખતરાને આસામનાં ધુબરી જિલ્લામાં ૬૧ કિલોમીટર લાંબા સીમાક્ષેત્રની સુરક્ષા ખુબ જ કપરૂ કાર્ય છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી વાતાવરણમાં સુરક્ષા કાર્ય ઘણું કઠિન બની જાય છે.
સ્માર્ટ ફેન્સિંગ સીસ્ટમમાં સેન્સર લાગ્યા હોય છે. જેના કારણે સીમાની સુરક્ષા સારી રીતે કરી શકાય છે. આસામનાં ઘુબરી જિલ્લાનાં આખો વિસ્તાર ડેટા નેટવર્ક, ઓ.એફ.સી. કેબલ્સ, ડીડીઆર સંચાર, ડે-નાઈટ કેમેરા અને ઘૂસણખોરી શોધ પદ્ધતિ પર ડેટા સંચારથી સુરક્ષિત કરાયો છે. આ સીસ્ટમનાં આધુનિક ગેઝેટ્‌સ સીમા પર બીએસએફને ફિડબેક આપીને આપે છે. બીએસએફની કિવક રીસપોન્સ ટીમોને ક્રોસ સરહદ ક્રોસિંગ / બોર્ડર ગુનાઓને નિષ્ફળ બનાવે છે. સરહદને સ્માર્ટલી સુરક્ષિત કરવાનું આ કાર્યથી માત્ર સરહદ પરની ગુનાખોરી ટાળી શકાય આ સાથે જ સીમા પ્રહરીઓને પણ ૨૪ કલાક નિરીક્ષણમાંથી રાહત મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY