મુંબઈ,તા.૭
બોલિવૂડ સિંગર અલકા યાજ્ઞિક ૫ વર્ષ પછી રિયાલિટી શોમાં પરત ફરી રહી છે. તે છેલ્લી વાર ૨૦૧૪માં ‘સા રે ગા મા – લિટલ ચેમ્પ’ની જજ પેનલમાં જાવા મળી હતી. તે હવે સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’માં માં જાવા મળશે.
સૂત્રો અનુસાર અલકા યાજ્ઞિકને હિમેશ રેશમિયા અને જાવેદ અલી સાથે ત્રીજા જજ તરીકે કન્ફર્મ કરાયા છે. તે શોને જજ કરવા સિવાય શોમાં પાર્ટિસિપેટ કરતા બાળકોના મેન્ટર પણ બનશે. જોકે અલકા યાજ્ઞિક મેકર્સની પહેલી પસંદ નહોતી. તેઓ નેહા કક્કડને ત્રીજા જજ તરીકે લેવા માગતા હતા, પરંતુ નેહાએ બીજા શો ‘નચ બલિયે’ સાઈન કરી લીધો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





