ત્રણ દિવસની હડતાલ બાદ સફાઈ કામદારો અને પાલિકા તંત્ર વચ્ચે બેઠકમાં તેમની માંગણીઓ બાબતે સરકારમાં રજુઆત કરવા આપી બાંહેધરી

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા ના સફાઈ કામદારોની હડતાળને આજે ત્રીજો દિવસ થયા બાદ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ કારોબારી ચેરમેન અલ્કેશભાઈ ગોહિલે સફાઈ કામદારો સાથે એક બેઠક કરી તેમની યોગ્ય માંગણીઓ બાબતે બોર્ડમાં એક ઠરાવ કરી કલેક્ટર મારફતે સરકાર સુધી પહોંચાડવા બાંહેધરી આપી હતી ત્યારે વાલ્મિકી સમાજના પ્રમુખ કમલભાઈ ચૌહાણે પણ આ મિટિંગમાં રસ લઈ યોગ્ય સુઝાવ આપી કારોબારી ચેરમેન અલ્કેશભાઈની વાત સાથે સંમત થઈ સફાઈ કર્મચારીઓને સમજાવવા પ્રયાસ કર્યો હતો સાથે સાથે અલ્કેશભાઈ એ કામદારોને જણાવ્યું હતું કે અમારી લાગણી તમારી સાથે છે પરંતુ જો સરકારની કોઈ સૂચના આવે તો અમારે ન છૂટકે આઉટ સોર્સ કર્મચારી રાખવા પડે તો તમને નુકશાન ન જાય એ માટે તમારી યોય માંગણીઓ બાબતે અમે સરકારને રજુઆત કરીશું માટે આપણા શહેરમાં ગંદકી કે રોગચાળો ન ફેલાય એ માટે તમામ હડતાલ માં જોડાયેલા કર્મચારીઓ નોકરી પર શરુ થઈ જાવ એ યોગ્ય રહેશે તેમ સેનેટરી ચેરમેન કાજલબેન કાછીયા સાથે કિંજલબેન તડવી ,લીલાબેન વસાવા ,મહેશભાઈ વસાવા સંદીપભાઈ દશાંદી ,જીગ્નેશભાઈ કપ્તાન ઇલ્મુદ્દીન બક્ષી સહીત વાલ્મિકી સમાજના પ્રમુખ કમલભાઈ ચૌહાણ ની હાજરી માં આ બેઠક કરવામાં આવી હતી ત્યારે હવે સફાઈ કામદારો શું નિર્ણય લે છે એ જોવું રહ્યું .
બોક્ષ : સફાઈ કામદારોએ તેમને સફાઈ કામદારની જગ્યા એ સ્વછતા સૈનિક નું નામકરણ કરવા રજુઆત કરતા પાલિકા સત્તાધીશો એ તેમની આ વાત માન્ય રાખી હવે તેમને સફાઈ સૈનિક નું નામ આપવા ઠરાવ કરવા ખાતરી આપી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




