શેરબજારમાં સતત ચોથા દિવસે વધારો, સેન્સેક્સ ૯૦ પોઇન્ટના ઉછાળા સાથે બંધ

0
10

મુંબઇ,તા.૭
શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીના સાપ્તાહિક સમાપ્તિના દિવસે, ઘણાં અપ્સ અને ડાઉન્સ જોવા મળ્યા હતા. પરંતુ પછી નીચા સ્તરે ખરીદી કરીને બજાર ગ્રીન માર્ક સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે, સેન્સેક્સમાં આશરે ૯૦ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.
બીજી બાજુ, નિફ્ટી સપાટ પરંતુ ગ્રીન માર્ક સાથે બંધ થયું છે. પીએસયુ બેંકના શેરોમાં આજે મજબૂત ખરીદી જોવા મળી હતી, જેને કારણે આજે બેન્ક નિફ્ટી ૦.૫ ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે.
જા કે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે વેચવાલીનું દબાણ હતું. આજે શેરબજારમાં દિવસના અંતે સેન્સેક્સ ૮૯.૩૨ એટલે કે ૦.૨૪ ટકા વધીને ૩૬,૭૨૫.૪૨ પર અને નિફ્ટી ૧.૦૫ પોઇન્ટ એટલે કે ૦.૦૧ ટકા વધીને ૧૧,૦૫૪.૦૫ પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY