‘કલંક’નો ફર્સ્ટ લુક રિલીઝ

0
9

મુંબઈ,તા.૭
કરણ જોહરની ફિલ્મ કલંકના એક્ટર્સના ફર્સ્ટ લુક રિલીઝ થઇ રહ્યા છે. સૌથી પહેલો વરુણ ધવનનો લુક રિલીઝ થયો છે. વરુણ ફિલ્મમાં ઝફર તરીકે દેખાશે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક વર્મન છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ વરુણ ધવન, સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા અને આલિયા ભટ્ટ છે. ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની છે.
કરણ જોહરે લુક રિલીઝ કરતા લખ્યું કે, વરુણ ધવન ઝફર તરીકે, જે પોતાની જિંદગી અને ખતરાઓ સાથે ફ્લર્ટ કરે છે. મેન ઓફ કલંક.
કરણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, ફિલ્મ જે ૧૫ વર્ષ પહેલાં મારા દિલ અને દિમાગમાં જન્મી હતી. આ ફિલ્મ છેલ્લી ફિલ્મ હતી જેના પર મારા પિતાએ મૃત્યુ પહેલાં કામ કર્યું હતું. આ વાર્તા ૪૦ના દશકની છે પણ એનું હૃદય હજુ અત્યારના સમયમાં જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY