મુંબઈ,તા.૮
મોખરાની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે કોઇ મને ઓનલાઇન પ્રપોઝ કરશે તો એને મળવા બોલાવીને ઢીબી નાખીશ. જેને જે કહેવું હોય તે મોઢામોઢ કહે.
‘સોશ્યલ મિડિયા પર ગાંડી ઘેલી વાતો કરનારા મને ગમતાં નથી’ એવું કહેતી સોનાક્ષીએ ઉમેર્યું હતું કે સોશ્યલ મિડિયાનો આવો ગેરલાભ લેનારા પર મને ચીડ છે. માનવ સંબંધો આ રીતે વ્યક્ત થતા નથી.
અરબાઝ ખાનના ટીવી શો પર હાજર થયેલી સોનાક્ષીએ દબંગ ફિલ્મ સિરિઝ વિશેના પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. અરબાઝ ખાનની દબંગની પહેલી કડી દ્વારા સોનાક્ષી પહેલીવાર અભિનય કરતી દેખાઇ હતી. એને સલમાન ખાને પહેલીવાર તક આપી હતી. ત્યારથી સોનાક્ષીને સલમાન ખાન માટે ખાસ લાગણી છે. વચ્ચે થોડો સમય બંને વચ્ચે ગેરસમજ થઇ હતી. પરંતુ પછી ફરી બંને દોસ્ત બની ગયા હતા. દબંગની બીજી કડી પણ સોનાક્ષીએ કરી હતી અને હવે ત્રીજી કડી કરવાની છે.
અરબાઝ ખાને એને લગ્ન વિશે પૂછતાં સોનાક્ષીએ આ વાત કરી હતી. એણે કહ્યું કે મને કોઇ ઓનલાઇન પ્રપોઝ કરશે તો એને હું ઢીબી નાખવાની છું. આવા સંબંધો ઓનલાઇન બંધાતા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




