રાજકુમાર સંતોષીએ રણવીર સિંઘને સાઇન કર્યાની અટકળો

0
6

મુંબઈ,તા.૮
સિનિયર ફિલ્મ સર્જક રાજકુમાર સંતોષીએ હાલ ફૂલ ફોર્મમાં રહેલા અને હિટ ફિલ્મો આપી રહેલા મોખરાના અભિનેતા રણવીર સિંઘને સાઇન કર્યો હોવાની વાતો વહેતી થઇ હતી.
જા કે સંતોષી કેમ્પ તરફથી હજુ ઔપચારિક જાહેરાત થઇ નથી. છેલ્લાં ચાર પાંચ વર્ષથી રણવીર સતત હિટ ફિલ્મો આપતો રહ્યો છે. સંજય લીલા ભણસાલીની ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત પછી એણે તાજેતરમાં એક નહીં, બે હિટ ફિલ્મો આપી જેમાં ઝોયા અખ્તરની ગલી બાય અને કરણ જાહરની રોહિત શેટ્ટી નિર્દેશિત સિમ્બાનો સમાવેશ થયો હતો.
છેલ્લા થોડા સમયથી રણવીર અને સંતોષી વચ્ચે વાટાઘાટો થઇ રહી હતી. આ વાટાઘાટોની માહિતી આપનાર સૂત્રો કહે છે કે આ વર્ષના ડિસેંબરમાં આ ફિલ્મ ફ્લોર પર જાય એવી શક્યતા છે.
કાકટેલ સર્કિટમાં વહેતી થયેલી વાતો મુજબ સંતોષી પોતાની હિટ ફિલ્મ અંદાજ અપના અપનાની સિક્વલની તૈયારી કરી રહ્યા છે. જો કે રણવીર સિંઘને લીધો એ પ્રોજેક્ટ જુદો છે એવું જાણકાર સૂત્રો કહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY