મુંબઈ,તા.૮
ધર્મ પ્રોડક્શનની ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટ ‘રૂપ’ તરીકે દેખાશે. આલિયાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફિમેલ સ્ટાર કાસ્ટમાં સૌથી પહેલો લુક આલિયાનો રિલીઝ થયો છે. જ્યારે મેલ સ્ટાર કાસ્ટમાં વરુણ ધવનનો ઝફર તરીકેનો સૌથી પહેલો લુક રિલીઝ થયો હતો. ત્યારબાદ આદિત્ય રોય કપૂરનો દેવ ચૌધરી તરીકે અને સંજય દત્તનો બલરાજ ચૌધરી તરીકે લુક રિલીઝ થયો હતો.
કરણ જાહરે લુક રિલીઝ કરતાં લખ્યું છે કે, ‘રૂપને પ્રેમ કરવો એ આગને પ્રેમ કરવા બરાબર છે. વુમન ઓફ કલંક’. જ્યારે સોનાક્ષી સિન્હાએ લખ્યું કે, ‘આઝાદ, માત્ર પ્રેમ દ્વારા બંધાયેલી, રૂપ.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




