‘અશાંતધારો’ લાગૂ, હવે હિન્દૂ વિસ્તારમાં મુસ્લિમો પ્રોપર્ટી નહીં ખરીદી શકે

0
6

ભરૂચ,તા.૮
ભરૂચમાં અશાંતધારો લાગૂ કરવામાં આવ્યો છે. ભરૂચના જિલ્લા કલેક્ટરે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભરૂચમાં અશાંતધારો લાગૂ કરતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. ભરૂચમાં હવે અશાંતધારો લાગૂ પડતા મુસ્લિમ ધર્મના લોકો હિન્દૂ વિસ્તારમાં મકાન કે દુકાન કે અન્ય પ્રોપર્ટી ખરીદી શકશે નહીં.
તેવી જ રીતે હિન્દૂ ધર્મના લોકો મુસ્લિમ વિસ્તારમાં મકાન, દુકાન કે અન્ય પ્રોપર્ટી ખરીદી શકશે નહીં. જા સંજાગોવસાત એવી જરૂર પડે તો કલેક્ટરને જાણ કરવી પડશે.જો મિલકત વેચવી હોય તો પણ કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકલ કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે અને જા મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકલ કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે. અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે.
અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઇ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઇ શંકા જાય તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા આપવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY