ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓમાં સપના ચૌધરી ત્રીજા સ્થાને

0
43

મુંબઈ,તા.૧૫
ગૂગલ સર્ચમાં બિગ બોસ ૧૧ની સ્પર્ધક રહી ચૂકેલી અને હરિયાણની ફેમસ ડાન્સર સપના ચૌધરી ૨૦૧૮માં ત્રીજી સૌથી વધારે સર્ચ થતી સેબિબ્રિટી બની છે. રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લીધા પહેલા સપના ખૂબ ફેમસ છે. શોમાં ભાગ લીધા બાદ તેને સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધી મળી હતી.
સપના ચૌધરી એક લોકપ્રિય ડાન્સર અને સ્ટેજ કલાકાર છે. તે દિલ્હીમાં રહે છે, પોતાના પરિવારને મદદ કરવા માટે તેણે નાની ઉંમરમાં એક ડાન્સર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેના કેટલાક હિટ સોંગ છે જેમકે ‘તેરી આંખો કા યો કાજલ’ ખૂબ જ ફેમસ થયું હતું.
ફિલ્મોની વાત કરવામાં આવે તો બિગ બોસમાં ભાગ લીધા બાદ સપનાની લોકપ્રિયતામાં વધારો થયો છે. સોનૂ કે ટીટૂ કી સ્વીટી કી શાદી માં આઈટમ સોંગ પર ડાન્સ કરી સપનાએ સૌને ચોંકાવી દિધા હતા. આઈટમ સોંગ બાદ સપનાના બોલીવૂડ ડેબ્યૂની ફેન્સ રાહ જાઈ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY