કપિલ દેવને સડકો પર ડાન્સ કરતો ન દેખાડાયઃ ‘૮૩’ના સર્જક

0
25

મુંબઈ,તા.૧૮
પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક કબીર ખાને કહ્યું હતું કે હું ૧૯૮૩ના વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કેપ્ટન કપિલ દેવને લંડનની સડકો પર ડાન્સ કરતો ન દેખાડી શકું.
અત્રે એ યાદ રહે કે કબીર ખાન હાલ મોખરાના અભિનેતા રણવીર સિંઘને લઇને ૮૩ નામની ફિલ્મ બનાવી રહ્યા છે.૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેંડના લોર્ડઝ્ સ્ટેડિયમમાં અત્યંત ઉત્તેજનાપૂર્ણ રમતમાં પાકિસ્તાનને પરાજિત કરીને વર્લ્ડ કપ જીત્યો હતો એની કથા આ ફિલ્મમાં છે. રણવીર સિંઘ એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવનો રોલ કરી રહ્યો છે.
કબીર ખાને કહ્યું કે આ એક સ્પોર્ટ ફિલ્મ છે એટલે સંગીત પ્રેરણાદાયી હોય એ સમજી શકાય છે. ફિલ્મમાં વિવિધ મૂડનાં ગીતો રજૂ થશે એ પણ હકીકત છે પરંતુ હું કપિલ દેવને ઇંગ્લેંડની સડકો પર ગાતો અને ડાન્સ કરતો ન દેખાડી શકું. ઓડિયન્સ પણ એવા કપિલ દેવને ન સ્વીકારે. અલબત્ત, ઓડિયન્સને પણ પાનો ચડાવે એવું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર હશે એટલું હું જરૃર કહી શકું.ઔઆ ફિલ્મનું સંગીત પ્રીતમ ચક્રવર્તી તૈયાર કરી રહ્યા છે. પ્રીતમે સ્થાપેલા જામએઇટ મ્યુઝિક સ્ટુડિયોના લોંચિંગ પ્રસંગે કબીર ખાન બોલી રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY