મુંબઈ,તા.૨૭
ભારતમાં ડર લાગતો હોવાના અભિનેતા નસીરુદ્દીનના નિવેદન પર ખાસો હોબાળો મચેલો છે ત્યારે નસીરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ફરી પોતાનો પક્ષ મુકિયો હતો.
નસીરુદ્દીનના નિવેદનની ખાસી ટીકા પણ થઈ રહી છે ત્યારે તેમણે કહ્યું હતુ કે મને મારા નિવેદન પર અફસોસ નથી, હું એમ પણ નથી કહેતો કે મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયુ છે.હું ડરેલો નથી પણ ગુસ્સે છું.પહેલા મોબ લિન્ચિંગ નહોતી થતી.આજકાલ આવી ચીજા થઈ રહી છે.મેં મારી ચિંતા વ્યક્ત કરી છે.મારા બાળકો માટે હું પરેશાન છું.હું મુસ્લિમ હોવાથી અસુરક્ષિત નથી.
નસીરુદ્દીને ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે સમાજમાં નફરત અને સાંપ્રદાયિકતા ફેલાવાઈ રહી છે.હું એક મુસ્લિમ હોવાના નાતે આ વાત નથી કહી રહ્યો.મેં મુસ્લિમ હોવાની ઓળખનો ફાયદો નથી ઉઠાવ્યો.એક ભારતીય હોવાના નાતે દર્દ બયાન કર્યુ હતુ.ટ્રોલર્સ પાસે મને ટ્રોલ કરવા સીવાય કામ નથી પણ તેઓ મને નહી રોકી શકે.મને કોંગ્રેસનો પ્રવક્તા કહેવાય છે અને મારા નિવેદનને રાજકારણ સાથે જાડવામાં આવે છે.આ સાચુ નથી.
અનુપમ ખેરે નસીરની ટીકા કરતુ નિવેદન આપ્યુ હતુ.જેના સંદર્ભમાં નસીરે કહ્યું હતુ કે મને નથી ખબર કે અનુપમના નિવેદનનો શું અર્થ છે.મારા પોતાના ઘરમાંથી સેના સાથે લોકો જાડાયેલા છે.મારા પિતા અને ભાઈએ દેશ માટે કામ કર્યુ છે.મારા પરિવારમાં કોઈની સાથે ભેદભાવ થયો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



