સની લિયોનીનાં નામે નવી ઉપલબ્ધિ, ૨૦૧૮માં સૌથી વધુ સર્ચ થઇ

0
4

મુંબઈ,તા.૨૮
પાર્ન ઇન્ટસ્ટ્રીથી બોલીવુડ ફિલ્મો સુધી પોતાની એક્ટિંગથી લોકોનાં દિલો પર રાજ કરનાર સની લિયોનીએ હવે એક નવી ઉપલબ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે સની લિયોન ભારતની વર્ષ ૨૦૧૮માં સૌથી વધારે સર્ચ થનારી ગૂગલ સેલિબ્રિટી બની ગઈ છે. એક રીપોર્ટ અનુસાર સની લિયોનને વર્ષ ૨૦૧૮માં ગૂગલ પર સૌથી વધારે કરવામાં આવી છે.
રસપ્રદ વાત એ છે કે સની લિયોનીએ આ લિસ્ટમાં બોલીવુડનાં સ્ટાર્સ સલમાન ખાન, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી દીધા છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે દીપિકા અને પ્રિયંકા પોતાના લગ્નને લઇને ચર્ચામાં રહી હતી, પરંતુ તેમ છતા આ અભિનેત્રીઓ સની લિયોનીને પાછળ ના છોડી શકી.
સની લિયોનીનાં વર્ક ફ્રંટની વાત કરીએ તો તે જલ્દી ‘વીર મહાદેવી’માં જાવા મળશે. આ ફિલ્મમાં તે એક યોદ્ધાની ભૂમિકામાં જાવા મળશે. આ ફિલ્મ તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રીલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે મેમાં શરૂ થઈ હતી. સની લિયોન પોતાની બાયોપિક ‘કરનજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી આૅફ સની લિયોની’માં પણ જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY