ચોકીદાર પ્યોર હૈ,પીએમ બનવું શ્યૉર છે,આ બધી સમસ્યાઓનું ક્યૉર છેઃ રાજનાથસિંહ

0
11

કેટલાક વિપક્ષના નેતા ખોટું બોલી રહ્યા છે
મુરાદાબાદ,તા.૧૨
રાફેલ વિમાન ડીલમાં કૌભાંડને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. રોડ પરથી લઇને સંસદ સુધી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આ કૌભાંડ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે અને ‘ચોકીદાર ચોર છે’ તેવું વારંવાર દરેક જગ્યા પર કહી રહ્યાં છે. રાહુલના રાફેલ ડીલને લઇને આકરા પ્રહારનો જવાબ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિહે આપ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમારો ચોકીદાર Pure હૈ, તેમની હવે પછી ફરી પીએમ બનવું Sure છે, આ બધી સમસ્યાઓનું Cure છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપના શક્તિ કેન્દ્ર સંમેલન દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કરતાં રાજનાથ સિંહે વિપક્ષ પર હલ્લાબોલ કર્યું હતું. રાજનાથસિંહે જણાવ્યું કે કેટલાક વિપક્ષના નેતા ખોટા પર ખોટુ બોલી રહ્યાં છે, પરંતુ અમારી સરકારના પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો કોઇ આરોપ લાગ્યો નથી.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે અમારી વિરુધ્ધ ગઠબંધન છે તે દળોનું ગઠબંધન નથી, ભ્રષ્ટાચારીઓનું

ગઠબંધન છે. એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ દ્વારા અમારા વડાપ્રધાન માટે કેવા-કેવા અમર્યાદીત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.
લોકતંત્રમાં સંવૈધાનિક સંસ્થાઓનું સન્માન થવું જાઇએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલ મામલે સતત આરોપ લગાવી રહ્યાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોરી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY