એસબીઆઈના ખાતાધારકોને ફટકો : એક દિવસમાં એટીએમમાંથી ૨૦ હજાર જ નીકળશે

0
26

ન્યુ દિલ્હી,તા.૧
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (SBI)એ એટીએમમાંથી રોકડ રકમ કાઢવાની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. SBI બેંકના ખાતાધારકો હવેથી એક દિવસમાં વધુમાં ૨૦ હજાર રૂપિયા જ એટીએમમાંથી કાઢી શકશે. પહેલા આ મર્યાદા ૪૦ હજાર રૂપિયા હતી.
SBI એ બ્રાંચોને આપેલા આદેશમાં કહ્યું છે કે, એટીએમ ટ્રાંજેક્શનમાં ગડબડીની ફરિયાદોને ધ્યાનમાં રાખતા અને ડિજિટલ-કેશલેસ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવાના હેતુસર રોકડ રકમ કાઢવાની મર્યાદા ઘટાડવામાં આવી છે. ‘Classic’ અને ‘Maestro’ પ્લેટફોર્મ પર ડેબિટ કાર્ડમાંથી નિક્ળતી મર્યાદા ઘટાડી દેવામાં આવી છે.
રોકડ રકમની મર્યાદા પરનો કાપ બરાબર તહેવારોની સીઝન પહેલા જ મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડિજિટલ ટ્રાંજેક્શન પર ભાર આપવા છતાંયે કેસની ડિમાંડ વધારે હતી. કેટલાક અનુંમાન પ્રમાણે બજારમાં કેસ ફ્લો નોટબંધીના અગાઉના સ્તરે પહોંચી ગયો છે.
હવે આ નવા નિયમો લાગુ પડવા મામલે SBI ના મેનેજિંગ ડાયરેક્ટર પી કે ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારૂ આંતરીક વિશ્લેષણ દર્શાવે છે કે, એટીએસમાંથી મોટા ભાગે નાની રકમ કાઢવામાં આવતી હોય છે. ૨૦ હજાર રૂપિયા મોટા ભાગના ગ્રાહકો માટે પુરતા છે. અમે નવા નિયમથી ગેરરીતિઓને નિયંત્રીત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, વધારે કેસ મર્યાદા ઈચ્છતા ગ્રાહકો ઉંચા વેરિએંટ ધરાવતુ કાર્ડ ઉપયોગમાં લઈ શકે છે. આ પ્રકારના કાર્ડ એ ગ્રાહકોને આપવામાં આવતા હોય છે, જે પોતાના બેંક ખાતામાં મોટા બેંક ટ્રાંજેક્શન કરતા હોય છે અને તેમના ખાતામાં મોટી રકમ પણ જમા હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY