ન્યુ દિલ્હી,તા.૧૦
બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં ૨૫ પૈસાનો પ્રતી લીટર વધારો કરવામાં આવ્યો છે. બુધવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૨૪ પૈસા સુધીનો વધારો થયો છે. આ વધારા સાથે આજે દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૭.૯૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. અને મુંબઇમાં આ વધારો ૨૫ પૈસાનો જાવા મળી રહ્યો છે. અહીંયા ડીઝલના ભાવ ૭૭.૯૩ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. જાકે પેટ્રોલનો ભાવ મંગળવાર સવાર બાદ સ્થિર જાવા મળી રહ્યો છે.
મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લીટર, ત્યારે ડીઝલના ભાવમાં ૨૯ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. જેનાથી દિલ્હીમાં ૮૨.૨૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૪.૧૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું. ડીઝલના ભાવમાં વધારાના કારણે વાહનોના ભાડામાં વધારો થવાની આશંકા છે, જેની સીધી અસર લોકોના ઘરના બજેટ પર પડશે. જરૂરી વસ્તુઓના ભાવમાં મોંઘવારી જાવા મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




