હત્યાના બીજા કેસમાં પણ રામપાલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારાઈ

0
8

હિસાર,તા.૧૭
સતલોક આશ્રમમાં હત્યાના કેસમાં સંત રામપાલ અને તેના ૧૩ અનુયાયીઓને બીજા અન્ય કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બુધવારે જેલ પરિસરમાં જ કોર્ટની રચના કરાઇ હતી. અગાઉ ૫ લોકોની હત્યાના કેસમાં રામપાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
રામપાલને આશ્રમમાં એક મહિલાના હત્યાના કેસમાં એટલે કે કેસ નંબર -૪૩૦ માં દોષી ઠેરવવામાં આવ્યો છે. આમાં રામપાલ સહિત ૧૩ અન્ય આરોપીઓને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજાની સુનાવણી પહેલા હિસારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અગાઉ મંગળવારે કોર્ટે ૪ મહિલા અને ૧ બાળકની હત્યાના મામલે રામાપાલને આજીવન કેદની સજા ફટકારી હતી.
૬૭ વર્ષીય રામપાલ અને તેમના અનુયાયીઓ નવેમ્બર ૨૦૧૪થી જેલમાં છે. રામપાલ અને તેના અનુયાયીઓ વિરુદ્ધ બરવાલા પોલીસ સ્ટેશનમાં ૧૯ નવેમ્બર ૨૦૧૪ના બે કેસ દાખલ થયા છે. જે પૈકી એક કેસમાં આશ્રમમાંથી એક મહિલાની લાશ મળી હતી જ્યારે અન્ય કેસમાં ચાર મહિલા તેમજ એક બાળકની લાશ મળી આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY