
અમદાવાદમાં બન્યું ક્રાઈમ સિટી,પોલીસ ઊંઘમાં
અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં અવારનવર હત્યાની ઘટના બનતી રહે છે. જ્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રામદેવ નગર ચાર રસ્તા પર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ રામદેવ નગર ચાર રસ્તા પાસે પૈસાની લેતી દેતીમાં ૨૨ વર્ષીય યશ પુરબીયા નામના યુવકને છરીના ઘા મારી ક્રૂર હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રામદેવ નગર ચાર રસ્તા નજીક ૨૨ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બનાવ અંગે પરિવારે જણાવ્યું કે, ૪ વર્ષ પહેલાં અમિત નામના શખ્સ પાસેથી મૃતકના ભાઈ મિલનને દોઢ લાખ રૂપિયાની લેતી દેતી બાકી હતી. જે મુદ્દે અવારનવાર બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાતું હતું અને ગત રાત્રે રોષે ભરાયેલા અમિત અને તેના સાગરિતો દ્વારા રામદેવ નગર ચાર રસ્તા પાસે યશ તથા મિલનન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં યશનું મોત નિપજ્યું હતું.
જ્યારે બીજી તરફ સેટેલાઈટ પોલીસ દ્વારા આરોપીઓને દબોચવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



