ડીસા,તા.૨૩
ડીસાના વાસણા ગોળીયા ગામે મિત્રના ઘરે આવેલા બે શખ્સોએ સોનાના દાગીના તથા રોકડ રકમ ની ચોરી કરી રૂપિયા ૭૪, ૪૦૦ ના મત્તાની ચોરી કર્યા મામલે બે શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે રહેતા બક્ષુબેન કપુરજી માળી તેમના ગામમાં રહી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર પ્રવીણ કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરે છે. ગત ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ ગામમાં જ રહેતા તેના બે મિત્રો પરેશકુમાર દેવાજી સુંદેશા તથા પિન્ટુ ભાઇ દેવાજી સુંદેશા તેમના ઘરે રાત્રિ રોકાણ માટે આવ્યા હતા.
જમ્યા બાદ બંને મિત્રો તેમના ઘરે સૂઈ ગયા હતા અને વહેલી સવારે પાંચ વાગે નીકળી ગયા હતા .જો કે બીજે દિવસે તેઓને કરિયાણું લેવા જવાનું હોવાથી તેઓએ તેમની પેટી ખોલી હતી જેથી પેટીમાં અગાઉ મૂકેલા સોનાની કંઠી સહિત દાગીના તથા ૧૭,૭૦૦ રોકડા ના દેખાતા તેઓએ ઘરમાં પૂછ પરછ કરી હતી. જોકે ઘરમાં આ બાબતે કોઈને જાણ ન હોવાથી પરિવારને રાત્રે તેમના ઘરે સુવા આવેલા બે શખ્સો પર શક ગયો હતો જે થી તેઓની પૂછ પરછ કરી હતી. જેથી બક્ષુબેન કપુરજી માળીએ બંને શખ્સો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



