નવી વોર્નિંગ સિસ્ટમ શોધાઇ

0
388

ખતરનાક ગણાતા ડેન્ગ્યુ રોગચાળા ફાટી નીકળવાના સંબંધમાં એડવાન્સમાં ૧૬ સપ્તાહ પહેલા સુધી જાણ થઈ શકશે. હવે નવી વો‹નગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે જે એડવાન્સમાં સપ્તાહ પહેલા જ માહિતી આપી શકશે. ડેન્ગ્યુ રોગના ખતરા અંગે ચેતવણી આપી શકાશે. હવામાં પ્રદૂષણ અને હવાના તાપમાન ઉપર ગણતરીના આધાર ઉપર આની આગાહી થઈ શકશે. ડેન્ગ્યુ રોગચાળાથી વારંવાર વિશ્વના ઘણા દેશોમાં ગંભીર સ્થતિ ઊભી થઈ જાય છે. ડેન્ગ્યુ તાવ એક વાઈરસ દ્વારા ફેલાતા રોગ તરીકે છે. આ રોગ મચ્છરાઓના કારણે વ્યક્તઓમાં ફેલાઈ જાય છે.

ડેન્ગ્યુના તાવના સંકંજામાં આવનાર વ્યકિતને ખૂબ તેજ તાવની અસર રહે છે. આ ઉપરાંત જાઈન્ટમાં દુખાવા થાય છે. માથામાં પણ દુખાવો રહે છે. અસરગ્રસ્ત વ્યક્ત સામાન્ય રીતે થોડાક સપ્તાહમાં રિકવર થાય છે પરંતુ ખૂબ ઓછા ટકામાં દર્દીઓ જીવલેણ તકલીફમાં મૂકાઈ જાય છે જેમાં પ્લાઝમા લિકેજ, તીવ્ર બ્રિડીંગ અને ઓર્ગનની તકલીફનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં મોત પણ થઈ જાય છે. હજુ સુધીની તારીખમાં ડેન્ગ્યુ તાવ સામે રક્ષણ આપવા કોઈપણ રસી અથવા સારવાર માટે દવા શોધાઈ નથી જેથી ડેન્ગ્યુને રોકવા માટેનો એકમાત્ર વિકલ્પ મચ્છરાઓની વસ્તીને અંકુશમાં લેવાનો છે. ડેન્ગ્યુ તાવ ૧૦૦થી વધુ દેશોમાં ફેલાય છે. હવામાનના સંબંધ તેની સાથે જાડાયેલા છે. તાજેતરમાં જ જારી કરવામાં આવેલા નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ડેન્ગ્યુ કેસોના સૌથી જાખમી કેસ સપાટી ઉપર આવ્યા બાદ તેને રોકવાની બાબત મુશ્કેલ હોય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY