એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવાનું દબાણ ઘટતા ૪ યાત્રીઓના નાકમાંથી લોહી નિકળ્યું

0
54

મસ્કટ,તા.૧૧
મસ્કટથી કાલીકટ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં દબાણની સમસ્યા ઉભી થતા વિમાનમાં સવાર ચાર મુસાફરોના નાકમાંથી લોહી નીકળવાની ઘટના સામે આવી છે. આ વિશેની સત્તાવાર માહિતી વિમાન કંપની દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ઘટનામાં વિમાન મસ્કટ હવાઇમથકથી ઉડાન ભરવાની સાથે જ મુસાફરોના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
વિમાન કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ વિમાનમાં ૧૮૫ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિમાનમાં દબાણની સમસ્યા ઉભી થતા વિમાનને પરત લાવવામાં આવ્યું હતું. આ સમસ્યાને કારણે વિમાનમાં સવાર ચાર મુસાફરના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
વધુમાં એર ઇન્ડિયાના પ્રવક્તા જણાવે છે કે વિમાન હવાઇમથક પર પરત ફરતાની સાથે જ ડોક્ટર દ્વારા આ ચારેય મુસાફરોની તપાસ કરવામાં આવી હતી, જ્યાર બાદ તેમને મુસાફરી કરવા માટે સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. કેટાલક અન્ય મુસાફરો દ્વારા પણ વિમાનમાં દબાણ ઓછું થતા કાનમાં દુખાવો થયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ઉડાન સંખ્યા આઇએક્સ-૩૫૦માં કુલ ૧૮૫ મુસાફરો સવાર હતા, આ વિમાન બોઇંગ ૭૩૭-૮નું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY