હિન્દુ મંદિરોમાં બલિ પર શ્રીલંકા પ્રતિબંધ મૂકશે, મુસ્લિમોને આઝાદી

0
41

કોલંબો,તા.૧૩
ભારતીય હિન્દુ સંસ્કૃતિ શ્રીલંકામાં પણ પ્રસરેલી છે. શ્રીલંકામાં કેટલાક પ્રસિદ્ધ હિંદુ મંદિરો છે. જાકે, શ્રીલંકામાં હિંદૂ મંદિરોમાં બલિ પર પ્રતિબંધ મૂકવા માટે કાનૂન બનાવવામાં આવી રહ્યો છે. હિંદૂ ધાર્મિક મામલાના મંત્રીએ આ પ્રસ્તાવ આગળ વધાર્યો છે અને મોટા ભાગના ઉદારવાદી સમુદાયોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. હવે કેબિનેટ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી રહી છે.
અહીંયા એ નોંધવું રહ્યું કે, બૌદ્ધ બહુસંખ્યક વસ્તી ધરાવતા શ્રીલંકામાં કેટલાક વર્ષોથી હિંદૂ મંદિરોમાં થતી બલિ પ્રથાનો વિરોધ થઈ રહ્યો હતો. એનિમલ રાઈટ એÂક્ટવિસ્ટ, બૌદ્ધ અને કેટલાક ઉદારવાદી હિંદૂઓ પણ બલિ પ્રથાને અમાનવીય ગણાવી રહ્યાં છે. પ્રાણીઓના અધિકાર માટે કરનાર અને બૌદ્ધ સમુદાયા નારાજ થઈ રહ્યા છે. આના કારણે જ હવે શ્રીલંકાની સરકાર હિંદૂ મંદિરોમાં પશુ-પક્ષીઓની બલિ પર પ્રતિબંધ મૂકી રહી છે.
પરંપરા અનુસાર શ્રીલંકાના કેટલાક મંદિરોમાં હિંદૂ પોતાના દેવી-દેવતાના પ્રસન્ન કરવા માટે મંદિરોમાં બકરો, ભેંસ અને મુર્ગીની બલિ ચઢાવે છે. લગભગ ૨ કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં બહુમતી બૌદ્ધ સમુદાય બલિ પ્રથામાં વિશ્વાસ ધરાવતો નથી. અહીંયા હિંદુઓની વસ્તી ૧૨ ટકા છે.
હિંદુઓ સિવાય મુસ્લિમ પણ પોતાના ધાર્મિક આયોજનમાં પશુઓની બલિ ચઢાવે છે. શ્રીલંકાની ત્રીજી સૌથી વધારે વસ્તી મુસ્લિમોની છે. જાકે, આ પ્રસ્તાવમાં મુસ્લિમોની બલિ ચઢાવતા અટકાવવાનો ઉલ્લેખ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY