સોલર પેનલ માટે લાલ દરવાજા બસ ટર્મિનસની ડિઝાઈન હવે બદલાશે

0
11

અમદાવાદ,તા.૧૩
એએમટીએસના સૌથી વધુ મહ¥વપૂર્ણ એવા લાલ દરવાજા ટર્મિનસથી દૈનિક ૪૯ ઓપરેટિંગ રૂટનું સંચાલન થતું હોઈ ૧૮૮ બસ ઉપડે છે અને ૩૩ રૂટની બસની અવરજવર થતી હોઈ દૈનિક ૨.૨૫ લાખ ઉતારુઓથી આ ટર્મિનસ ધમધમે છે, જાકે લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણના જૂના શાસકોના પ્રોજેક્ટમાં કેટલાક મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફાર મુજબ મુસાફરો માટે લાલ દરવાજા ટર્મિનસને સોલર પેનલથી ઝળહળતું કરાશે.
અગાઉના એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના કાર્યકાળમાં લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. ગત તા. ૪ જુલાઈ, ૨૦૧૮એ નવીનીકરણના પ્રોજેક્ટનું પ્લેટફોર્મ નંબર-૧ ખાતે ભૂમિપૂજન કરાયું હતું.
આ પ્રોજેક્ટ હેઠળ પહેલાં રૂ. ૧.૭૯ કરોડના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ બાદ ટર્મિનસના કુલ સાત પ્લેટફોર્મનું એક પછી એક નવીનીકરણ હાથ ધરાવાનું હતું. નવા પ્લેટફોર્મના નિર્માણ પાછળ રૂ. ૧.૭૯ કરોડ અને પ્લેટફોર્મ નંબર-૦ના સ્થાને રૂ. ૮૯.૩૪ લાખના ખર્ચે નવું ઓફિસ બિલ્ડિંગ આકાર લેવાનું હતું, જેમાં સીસીટીવી કેમેરા, વીઆઈપી વેઈટિંગ રૂમ, ર‹નગ સ્ટાફ માટે રેસ્ટરૂમ, ઓનલાઈન બુકિંગ સિસ્ટમ, વર્કશોપ, લોકરરૂમ સહિતની સુવિધા પૂરી પાડવાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની હતી.
જાકે નવા શાસકોએ જૂના પ્રોજેક્ટની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર સૂચવ્યા છે, જે મુજબ હવે ટર્મિનસને સોલર પેનલથી ઝળહળતું કરાશે. હાલમાં નવી ડિઝાઈન તૈયાર થઈ રહી હોઈ સમગ્ર પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે, જેના કારણે ભૂમિપૂજનના અઢી મહિના બાદ પણ પ્રોજેક્ટલક્ષી નવી એક ઈંટ પણ મુકાઈ નથી તેમ જાણકાર સૂત્રો કહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY