મુસ્લિમ પર્સનલ લા બોર્ડ ટ્રિપલ તલાકના વટહુકમને સુપ્રીમમાં પડકારવા સંભવ

0
50

લખનઉ,તા.૨૧
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડ ટ્રિપલ તલાકને ગુનો ગણવાના વટહુકમ અંગે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સરકારના આ પગલાનો વિરોધ કરવા રણનીતિ ઘડશે.
બોર્ડ વટહુકમને પડકારવા સુપ્રીમમાં જશે કે વિપક્ષોનો સહકાર લઈ રાજ્યસભામાં તે અટકાવશે તે અંગે નિર્ણય લેવાશે તેમ પર્સનલ બોર્ડના સચિવ મૌલાના વલી રહેમાનીએ જણાવ્યું હતું. બોર્ડને સરકારની આ પગલાની અપેક્ષા હતી જ અને આ કાયદો છ માસ સુધી જ અમલમાં રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
સરકારે અગાઉના ટ્રિપલ તલાકના બિલમાં ઘણા સુધારા કરી નવું બનાવ્યું છે પરંતુ તેમાં બંધારણીય ભૂલો છે. બોર્ડના વકીલો સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. બોર્ડ પાસે બીજા વિકલ્પ છે જ્યારે વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા રાજ્યસભામાં મુકાય ત્યારે વિપક્ષોનો સહકાર લઇ તેને અટકાવી શકાય છે.
ટ્રિપલ તલાક મુદ્દે મોદી સરકારે મુસ્લિમોને ગેરમાર્ગે દોર્યા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે આ મુસ્લિમ સમાજની છબિ ખરડવાનો પ્રયાસ છે. શરિયત કાયદા સામે વિરોધ કરવાની સરકારની આ નીતિ છે. તેમાં કેટલીક મુસ્લિમ મહિલાઓનો સાથ છે. સરકાર ઇચ્છે છે કે આ મહિલાઓની સંખ્યા વધે કે જેથી તેઓ મુસ્લિમ મહિલાઓ માટે કામ કરે છે તેવો દાવો કરી શકાય.
દારૂલ ઉલુમ દેવબંદે પણ વટહુકમનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ભારતનું બંધારણ દરેક ધર્મ પાળવાની આઝાદી આપે છે. ટ્રિપલ તલાક ધાર્મિક કાયદો છે તેમાં સરકારે દરમિયાનગીરી કરાય નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY