અમદાવાદ,તા.૨૧
રાજ્યમાં ફરીએકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી ૪૮ કલાક દરમિયાન વરસાદની શક્્યતાઓ છે.
જુનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વિસ્તારોમાં વરસાદ થતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગીર સોમનાથ તેમજ તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા.
એક તરફ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે, તો બીજી બાજુ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૧૫૩૪૩ ક્્યૂસેક છે, જ્યારે ડેમમાંથી પાણીની જાવક ૧૫૫૨૦ ક્્યૂસેક છે, હાલ ગુજરાતના અન્ય ડેમો અને પીવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે જા વરસાદ ન થયો તો આગામી દિવસોમાં જીવાદોરી સમાન નર્મદાના નીર પણ બંધ થઇ જશે તો રાજ્ય માટે મુશ્કેલી બની શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




