કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિ માં બે-ત્રણ-ચાર ચક્રી વાહનો તથા એન્ટિક કારનું પ્રદર્શન
ઓટો એકસ્પો થકી રાજકોટની સમૃધ્ધિનાં દર્શન થાય છે.
રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઓટો એકસ્પો થકી રાજકોટની સમૃધ્ધિનાં દર્શન થાય છે.
રાજકોટના જાણીતા સાંધ્ય દૈનિક ‘‘દેશ-પરદેશની આજ-કાલ’’ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ઓટો એકસીલરેટર-૨૦૧૮નો રીબીન કાપી મંત્રી ભુપેન્દ્રસિંહે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી એ સામાજિક જવાબદારી નિભાવવાની કામગીરી કરતા અખબાર ‘‘આજ-કાલ’’ની કાર્યશૈલીની સરાહના કરી હતી. ગુજરાતના સમતોલ વિકાસના પાયામાં ખેતી-શિક્ષણ-આંતર માળખકીય સુવિધાઓ વગેરેના મહત્વનો ઉલ્લેખ પણ મંત્રી એ કર્યો હતો. અને વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગો તાલુકાઓ સુધી પહોંચી ચુક્યા છે, તેમ પણ જણાવ્યું હતું.
રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે ઓટોમોબાઇલ ક્ષેત્રના ઉત્પાદકો અને વાહનપ્રેમી નાગરિકો વચ્ચે સેતુ બનવા બદલ ‘‘આજ-કાલ’’ અખબારને અભિનંદન પાઠવ્યા હતા. અને રોજગારીની તકોનું સર્જન કરવામાં ઓટો એકસપો કાર્યક્રમોનું ખૂબ મહત્વ હોવાનું સ્વીકાર્યું હતું.
કેન્દ્રના માર્ગ પરિવહન અને શિપિંગ રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ વાહનોથી ફેલાતા પ્રદૂષણ અને અકસ્માત પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. યુરોપીયન દેશોના પ્રદૂષણ માપ બી.એસ.-સિકસ મુજબના ધોરણો સમગ્ર દેશમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં સ્થાપિત કરવા માટેની તમામ કાર્યપ્રણાલિ લાગુ કરવામાં આવી રહી છે, એમ પણ મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું.
કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું ‘‘આજ-કાલ’’ ગૃપના મેનેજીંગ ડીરેકટર ચંદ્રેશ જેઠાણીએ ઓટો એકસીલેટર-૨૦૧૮ના આયોજનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને આમંત્રિતો ના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, યુવા ભાજપ પ્રમુખ ઋત્વીજ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માંકડીયા, બાન લેબના એમ.ડી મૌલેશભાઇ ઉકાણી, આજકાલ ગૃપના ચેરમેન ધનરાજ જેઠાણી, મેનેજીંગ એડીટર અનિલભાઇ જેઠાણી તથા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વાહન પ્રેમી નાગરીકો ઉપસ્થિત રહયા હતા.
હળવદ મયુર રાવલ
પોલીસ સમન્વય
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





