રોડ એન્જિનિયરિંગ ભૂલોને કારણે થાય છે અકસ્માતઃ ગડકરી

0
8

નાગપુર,તા.૨૪
દેશમાં મોટા પ્રમાણમાં રોડ નેટવર્ક ઊભું કરવાનું કામ શરૂ છે. દરમિયાન જે ‘ડીપીઆર’ (ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ) અનુસાર રસ્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે, તે ડીપીઆરમાં પ્રચંડ ભૂલો હોય છે. ઘરે બેસીને એન્જિનિયરો ડીપીઆર તૈયાર કરે છે, એવા શબ્દોમાં કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રોડ એન્જિનિયરિંગની ભૂલને કારણે જ રસ્તા પર અકસ્માતમાં મૃત્યુ થતા હોવાનું નિવેદન કર્યું હતું. નાગપુરમાં આયોજિત ઇન્ડિયન રોડ કાંગ્રેસમાં તેઓ બોલી રહ્યા હતા.
દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આગામી વર્ષે જૂન મહિના સુધીમાં ૩૦,૦૦૦ કિ.મી. ગ્રામીણ રસ્તાઓનું બાંધકામ પૂર્ણ કરવાની સરકારની યોજના છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૩૦,૦૦૦ કિ.મી.માંથી ૧૦,૦૦૦ કિ.મી. રસ્તાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.
નાગપુર-મુંબઈ સમૃદ્ધિ ઍકસપ્રેસ-વે અંગે દાવો કરતા ફડણવીસે જણાવ્યું હતું કે તે વિશ્ર્વમાં સૌથી સ્માર્ટ અને દેશનો સૌથી લાંબો ઍકસપ્રેસ-વે હશે. ૧૧ જિલ્લાના ૩૯૨ ગામમાંથી પસાર થનાર ૭૦૦ કિ.મી. લાંબો ઍકસપ્રેસ-વે રૂ. ૪૯,૨૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ઍકસપ્રેસ-વેની સાથે ૨૨ સ્માર્ટ સિટી તૈયાર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, જે આર્થિક વિકાસમાં મદદરૂપ થશે. વધુમાં આ ઍકસપ્રેસ-વે ૨૪ જિલ્લાને જવાહરલાલ નહેરુ પોર્ટથી જાડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY