જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે દરેક વિભાગના મહેકમ, ભરેલી જગ્યા અને ખાલી જગ્યાની વિગતો મેળવી નિયમોનુસાર ભરવાપાત્ર એપ્રેન્ટીસોની ભરતી સમયસર કરવા સૂચના આપી હતી.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પલાણાના આચાર્યશ્રી રાઠીએ જિલ્લામાં આ યોજના અન્વયે કરેલ કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી તેમજ કયા કયા વિભાગો અને જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં આવી જગ્યાઓ કઇ પધ્ધતિથી સરળતાથી ભરી શકાય તેમ છે તેની જાણકારી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજા સહિત જિલ્લાની અન્ય કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપાસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




