ભુમેલ-શેરી અને રતનપુરમાં તા.૩૧ ઓગષ્ટેે સેવા સેતુ કેમ્પનું આયોજન .

0
231

 પારદર્શક અને સંવેદશીલ પ્રશાસનનો અનુભવ કરાવતા રાજય સરકારના સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્‍લામાં પ્રારંભ થયો છે. સેવા સેતુ કેમ્‍પના માધ્‍યમથી નાગરીકોને ઘર આંગણે જ એક જ સ્‍થળેથી રાજય સરકારના વિવિધ ૧૩ જેટલા વિભાગોની પપ જેટલી વ્‍યક્તિલક્ષી યોજનાઓના લાભો હાથોહાથ આપવામાં આવે છે.

ખેડા જિલ્‍લાના નડિયાદ (ગ્રામ્‍ય) તાલુકાના ભુમેલ, નરસંડા, વડતાલ, રાજનગર, ઉત્તરસંડા અને ગુતાલ સહિત છ ગામના નાગરિકો માટે તા.૩૧-૦૮-૨૦૧૮ના રોજ પ્રાથમિક શાળા, ભુમેલ ખાતે સેવા સેતુ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૩૧-૦૮-૨૦૧૮ના રોજ મહુધા તાલુકાના અલીણા, શેરી, નગવાલ, ચુણેલ, હેરંજ, સરદારપુરા, મીંયાપુર સહિત સાત ગામના નાગરિકો માટે પ્રાથમિક શાળા, શેરી ખાતે સેવા સેતુ કેમ્‍પ યોજાશે.

જયારે તા.૩૧-૦૮-૨૦૧૮ના રોજ માતર તાલુકાના સંધાણા, હૈજરાબાદ, આંત્રોલી, રધવાણજ, રતનપુર, ઉંઢેલા અને વણસર સહિત સાત ગામો માટે રતનપુર ખાતે સેવા સેતુ કેમ્‍પ યોજાશે.

આ તમામ સેવા સેતુ કેમ્‍પ સવારે ૯.૦૦ કલાકે યોજાશે. સેવા સેતુ કેમ્‍પમાં અરજદારોને જાતિ, આવક, ડોમીલાઇલ, મા અમૃત, મા વાત્‍સલ્‍ય, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર સહિત વિવિધ પપ પ્રકારની વ્‍યક્તિલક્ષી સેવાઓના લાભો મળશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY