ખોદકામ કરતા જમીનમાંથી સોનાનાં સિક્કા ભરેલો ઘડો મળ્યો

0
15

રાયપુર,તા.૧૪
તમે વાર્તાઓમાં તો જરૂરથી સાંભળ્યું હશે કે કોઈને જમીન નીચે દાટેલો સોનાથી ભરેલો ચરુ મળી આવ્યો. પરંતુ છત્તીસગઢનાં કોંડાગાંમ જિલ્લામાં આવી જ એક ઘટના બની છે. રોડ બનાવવા માટે ખોદકામ કરતી વખતે એક મજૂર મહિલાને લાગ્યું કે તેનાં પાવડા સાથે કંઈક અથડાયું હોય તેવું તેને લાગ્યું. તે જગ્યાએ વધારે ખોદકામ કરવાથી જમીન નીચેથી સોનાનાં સિક્કાઓ ભરેલો એક ઘડો મળી આવ્યો છે જેમાં સોનાનાં ૫૭ સિક્કાઓ અને એક ચાંદીનો સિક્કો, તેમજ એક કાનની સોનાની બુટ્ટી મળી આવી છે. ૧૦ જુલાઈનાં રોજ ખોદકામ દરમિયન મળી આવેલા સોનાનાં સિકકાઓ ૧૨મી કે ૧૩મી સદીનાં હોય તેવું જાણવા મળ્યું છે.
કોરકોટીનાં કલેક્ટરે જણાવ્યું કે સરપંચ નેહરૂલાલ બઘેલે તે ઘડા તેની અંદરનાં સિક્કાઓ મને સોંપી દીધા છે. આ સિક્કાઓ પર તે સમયની પ્રચલિત લિપિનું લખાણ પણ જાવા મળ્યું છે. આ લિપિ તે સમયનાં કાલખંડમાં યાદવ વંશનાં સામ્રાજ્યમાં પ્રચલિત હતું. જે હાલમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં આવેલ છે. જિલ્લા કલેક્ટર નીલકંઠ ટીકામે જણાવ્યું કે પુરાતત્વીક સંશોધન માટે બધા જ સિક્કાઓને પુરાતત્વ વિભાગને મોકલી દેવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY