ગામમાં બેંક ઓફ બરોડા દ્ધારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પ્રાથમિક કન્યા શાળાની વિધાર્થીનીઓને નાસ્તા માટે સ્ટીલના ડબ્બાનું વિતરણ
નડિયાદઃ સોમવારઃ- ખેડા જિલ્લા લીડ બેંક, બેંક ઓફ બરોડાની ઉત્તરસંડા બ્રાન્ચ દ્ધારા બેંકનાં ૧૧૧મા સ્થાપના દિનની લીડ બેંક મેનેજરશ્રી દિવ્યેશ પરીખ અને ગામના શ્રીમતી હિતેષાબેન ઠક્કરની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.
બેંક દ્ધારા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ ઉત્તરસંડા ગામમાં આવેલ પ્રાથમિક કન્યા શાળાની ૨૦૮ જેટલી વિધાર્થીનીઓને નાસ્તા માટે સ્ટીલના ડબ્બાનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લીડ બેંક મેનેજરશ્રી દિવ્યેશભાઇ પરીખે જણાવ્યું હતું કે, બેંક ફાઇનાન્સની કામગીરી સાથે સાથે સમાજ સેવા અને પર્યાવરણની જવાબદારી પણ નિભાવી રહી છે હજુ પણ શાળાની નાનીમોટી જવાબદારીમાં ભાગીદાર થવા તત્પર છે તેમ બ્રાન્ચ મેનેજરશ્રી સૌરભભાઇ ભારદ્ધાજે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા સ્ટાફ એસોશીએશનના જનરલ સેક્રેટરીશ્રી પિયુષભાઇ પટેલ, ગામના અગ્રણી નાગરિકો, બેંક સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના શિક્ષકમિત્રો તથા મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્રાન્ચના સીનીયર અધિકારી શ્રી ભરતભાઇ જાનીએ કર્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



