પહેલીવાર બ્રાન્ડ એમ્બેસેડર બની અભિનેત્રી સારા અલી ખાન

0
15

મુંબઇ,તા.૧૭
બોલીવુડ એકટ્રેસ સારા અલી ખાન ગયા વર્ષે લાન્ચ થયેલ બોલીવુડની સૌથી સફળ સ્ટારકિડ્‌ઝ માની એક છે. અમૃતા સિંહ અને સૈફ અલીખાનની આ પુત્રી ગળથુથીમાંજ એકિટંગના કસબને લઈને આવી છે દાદી, પિતા માતા તેની ફોઈ ફુઆ આ તમામ બોલીવુડમાં સફળ કારકીર્દી ઘડી પોતાનું નામ સ્થાપિત કરી ચુક્વ્યા છે.
સુશાંત સિંહ રાજપુત સાથે ફિલ્મ કેદારનાથથી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર સારા ખાન રણવીર સિંહની ફિલ્મ સિમ્બામાં પણ નજરે ચડી હતી. અત્યાર સુધીમાં તેણે ૨ ફિલ્મોમાં કામ કર્યુ છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખુબજ સફળ રહી હતી. આ તમામ વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે હવે તે એક જાણીતા બ્રાન્ડ સાથે જાડાઈ ચુકી છે અને બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે.
સારા અલી ખાન એક હેર રિમૂવલ પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ થે. આ બ્રાન્ડે હાલ તેનું કેમ્પીયન #PullItOFF પણ શરૂ કરી દીધુ છે. જે ફક્ત ત્રણ સ્ટેપમાં ખુબજ સરળતાથી હેર રિમૂવ કેમ કરવા તેને દર્શાવે છે. પોતાની પહેલી બ્રાન્ડને લઈને સારા ખુબજ ઉત્સાહીત છે તેણે જણાવ્યુ કે હું મારા પહેલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને લઈને ખુબજ ઉત્સાહમાં છુ.
સારાએ કÌš કે આ બ્રાન્ડ રૂટિનમાં ઉપયોગી છે તેમજ આ પ્રોડક્ટનો ઉપયોગ મે પણ કર્યો છે આથી આની જાહેરાત કરવામાં મને ખુબજ સરળતા રહેશે. સારાની પહેલી ફિલ્મ કેદારનાથમાં તે એક હિન્દુ યુવતીનો દમદાર રોલ નિભાવી રહી હતી. સુશાંત સિંહે આ ફિલ્મમાં મુસ્લીમ યુવાનનો રોલ નિભાવ્યો હતો અને જેની ખુબજ પ્રશંસા થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY