પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી, સતત મહેનત અનિવાર્ય : અનિલ કપૂર

0
15

મુંબઈ,તા.૨૯
સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યુ હતું કે હાર્ડ વર્કનો કોઇ વિકલ્પ નથી. તમને નસીબ કિયારેક સાથ આપી દે પરંતુ કાયમ તમે નસીબ પર આધાર રાખીને બેસી જઇ શકતા નથી. છેલ્લા લગભગ સાડા ત્રણ દાયકાથી સતત હિટ ફિલ્મો આપી ચૂકેલા આ અભિનેતાએ કહ્યુ કે પોતાનું સંતાન પ્રતિભાવાન છે એવું દરેક માબાપ ભલે માને, તક મળવામાં કિયારેક નસીબ પણ
મહત્વનો ફાળો આપે છે. પરંતુ કાયમ નસીબ તમારી સાથે ન પણ હોય. એકવાર તક મળે અને સફળ થાઓ પછી તમારે સતત મહેનત કરતાં રહેવું પડે. સખત પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી.
‘મને લાગે છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પુરુષાર્થ ઓછો હોય એ ન ચાલે એમ સાવ નસીબનો સાથ ન હોય એ પણ ન ચાલે. બંને મહત્વનાં છે’ એમ અનિલે કહ્યુ હતું.
એણે વધુમાં કહ્યુ કે ઘર હોય કે વ્યવસાય હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ મહત્વની છે. મહિલાઓ એક સાથે અનેક કામ સહજતાથી કરી શકે છે. એ લોકોમાં બહુમુખી પ્રતિભા હોય છે. મહિલાઓ વિનાના વિશ્વની હું કલ્પના પણ કરી શકતો નથી. એમને દરેક વ્યવસાયમાં માન મળવું જાઇએ અને એમને દરેક વ્યવસાયમાં સુરક્ષિતતા લાગવી જાઇએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY