
મુંબઈ,તા.૫
અભિનેત્રી મોનિકા ગીલે કહ્યું હતું કે મને સિનિયર ફિલ્મ સર્જક જેપી દત્તાની આૅફિસમાંથી ફોન આવ્યો ત્યારે પહેલાં તો હું માનીજ ન શકી કે ખરેખર મને જે પી દત્તા સરે બોલાવી છે.
જે પી દત્તાની લેટેસ્ટ ફિલ્મ પલટનમાં હીરોઇન તરીકે ચમકેલી મોનિકાએ પહેલાં પંજાબી ફિલ્મમાં દિલજિત દોસાંઝ સાથે કામ કર્યા બાદ સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ફિરંગી દ્વારા હિન્દી ફિલ્મ સૃષ્ટિમાં પ્રવેશી હતી. એ રીતે જોતાં પલટન એની માત્ર બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં એ હીરો હર્ષવર્ધન રાણેની સાથે ચમકી છે. હર્ષવર્ધને જે રોલ કર્યો એ પહેલાં અભિષેક બચ્ચન કરવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ એ ફિલ્મમાંથી ખસી ગયો હતો.
મેસેચ્યુએટ્સના પંજાબી પરિવારમાં ચમકેલી મોનિકાએ પંજાબી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરી. પરંતુ એને ખરી તક મળી જે પી દત્તાની પલટનમાં. એ કહે છે કે તમે સાચું માનજો, મને પહેલીવાર જે પી દત્તા સરની આૅફિસમાંથી ફોન આવ્યો ત્યારે હું માની શકી નહીં. મને એમ કે કોઇ મજાક કરી રહ્યું છે.આ કોલ આવ્યા પછી હું મારા કઝિનનાં લગ્નમાં ગઇ ત્યારે મને જે પ્રચંડ પ્રતિભાવ મળ્યો એ જોઇને હું દિગ્મૂઢ થઇ ગઇ હતી. જે પી દત્તા સરનું નામ એ રીતે ખૂબ આદર ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



