નાગપુર,તા.૩
ભાજપના નેતાએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર તો હવે કોંગ્રેસના સાથી પક્ષ પિપલ્સ રિપબ્લિકન પાર્ટીના નેતાએ અમેઠીથી ચૂંટણી લડી રહેલા ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માટે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કરી છે.
નાગપુરમાં એક જાહેર સભામાં કોંગ્રેસી ઉમેદવાર નાના પટોળેના પ્રચારમાં પીઆરપીના નેતા જયદીપ કવાડેએ કહ્યુ હતુ કે, સ્મૃતિ ઈરાની કપાળ પર મોટો ચાંલ્લો કરે છે.મને કોઈએ જાણકારી આપી હતી કે જે મહિલાઓ લગાતાર પતિ બદલ્યા કરે છે તેમના કપાળ પરનો ચાંલ્લો મોટો થતો જાય છે.પણ હું કહેવા માંગુ છું કે પતિ બદલવો સહેલો છે પરંતુ બંધારણ બદલવુ મુશ્કેલ છે.
દરમિયાન ભાજપે આ મામલામાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.ભાજપનુ કહેવુ છે કે, જયદીપ કવાડેએ આ વાત સ્મૃતિ ઈરાની માટે કહી હતી.આ તમામ મહિલાઓનુ અપમાન છે.જ્યારે કવાડે આ વાત કહી રહ્યા હતા ત્યારે પાછળ બેઠેલા કોંગ્રેસના નેતાઓ હસી રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




