પટના,તા.૨૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પટના સીજેએમ કોર્ટ સમન્સ બજાવ્યું છે. પટનાના સીજેએમ શશિકાંત રાયે આઇપીસી ની કલમ ૫૦૦ હેઠળ રાહુલ ગાંધીને સમન્સ બહાર પાડવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૨૦ મે ના રોજ થશે. ઉલ્લેખનીય છે કે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી પર જાતિગત ટીપ્પણી મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલના રોજ કર્ણાટકના બેલુરમાં થયેલી એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે મોદી ઉપનામ વાળા લોકો સામે આપત્તિજનક ટીપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ નીરવ મોદી, લલિત મોદી અને વડાપ્રધાન મોદીનું નાન લીધાં વિના કહ્યું હતું કે, બધા મોદી ઉપનામ વાળાં ચોર કેમ હોય છે. ત્યારબાદ સુશીલકુમાર મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
સુશીલકુમાર મોદી આ કેસમાં શુક્રવારે કોર્ટમાં હાજર રહ્યાં હતા. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીની ટીપ્પણીતી તેમની છબી ખરડાઇ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે.
સુશીલકુમાર મોદીની ફરિયાદ પર કોર્ટે આઇપીસી ની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ સંજ્ઞાન લઇને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




