દ. કોરિયાની સૌથી મોટી પોર્ન સાઈટની સ્થાપક ઝડપાઈ

0
25

સિઓલ,તા.૨૭
દક્ષિણ કોરિયાની સૌથી મોટી પોર્ન વેબસાઈટ સોરાનેટની સહસ્થાપક મહિલા ઝડપાઈ ગઈ છે. વર્ષો સુધી ન્યૂ ઝીલેન્ડમાં ભાગેડુ તરીકે વસવાટ કર્યા બાદ આખરે ૪૫ વર્ષીય પોર્ન સાઈટની માલિકણની ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સોરાનેટની સ્થાપના ૧૯૯૯માં કરવામાં આવી હતી અને આ સાઈટ પર હજારો ગેરકાયદે પોર્ન વીડિયો મુકાયા છે જેમાં રીવેન્જ પોર્ન અને જાહેર સ્થળો પરથી ઉતારાયેલા સ્પાયકેમ પોર્ન વીડિયોનો સમાવેશ થાય છે. આ વેબસાઈટના ૧૦ લાખથી વધુ સભ્યો બન્યા હતા પરંતુ મહિલાઓના અધિકાર માટેના એક ગ્રૂપે આ વેબસાઈટ સામે ફરિયાદ કરતા બે વર્ષ પૂર્વે તેન બંધ કરાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયામાં પોર્નોગ્રાફીનું પ્રસારણ અને વિતરણ ગેરકાયદે ગણાય છે. જા કે વિદેશમાં સરવર દ્વારા આવા પોર્ન વીડિયોનું મોટાપાયે શેરિંગ થતું હોય છે.
આ મહિલા જેની અટક સોન્ગ છે તેનો પાસપોર્ટ ગત સપ્તાહે રદ કરવામાં આવતા તે દક્ષિણ કોરિયા પરત ફરી હતી. સગીરોની દર્શાવતા એક પોર્ન વીડિયોના વિતરણ બદલ સોમવારે તેની ધરપકડ કરાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલાના પતિ જે સાઈટના સહ માલિક છે તેમજ અન્ય એક દંપત્તિ જેઓ ઓસ્ટ્રેલિયાના નાગિરક છે તેઓ પકડ બહાર છે.
આ ઉપરાંત સોનાનેટ પર કેટલાટ જાહેર સ્થળો જેમ કે શૌચાલય, ક્લારરૂમ, ચેન્જિંગ રૂમ, સબવે અને અન્ય સ્થળો પર સ્પાય કેમ લગાવીને પોર્ન વીડિયો બનાવવાનો પણ આક્ષેપ છે. કેટલાક વીડિયોમાં બળજબરી ગેંગરેપ કરીને પીડિતાનો વીડિયો શેર કરાયો હોવાનું પણ જણાયું હતું. આ સાઈટ દ્વારા સ્થાપકોએ ઓનલાઈન પ્રોસ્ટિટ્યૂટ અને ગેમ્બલિંગ એડવર્ટાઈઝમેન્ટથી અઢળક કમાણી કરી છે. દક્ષિણ કોરિયામાં આ બધુ ગેરકાયદે છે તેમ છતા તેનો વ્યાપક ફેલાવો થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY