થાઈલેન્ડમાં ગુફામાં ૧૨ બાળકો ફસાતાં આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે

0
75

બેંગકોક,તા.૨૭
ઉત્તરી થાઇલેન્ડમાં એક લાંબી ગુફામાં ફસાયેલા બાળકોની એક ફૂટબાલ ટીમ અને તેમના કોચને બચાવવાની કામગીરી વરસાદને કારણે પ્રભાવિત થઇ છે. સમગ્ર ટીમ ઘણા દિવસોથી ગુફામાં બંધ છે. કોચ સાથે ૧૧થી ૧૬ વર્ષની ઉંમરનાં આ બાળકોની ટીમ શનિવારે ગુફામાં ગઇ હતી. માનવામાં આવે છે કે ભયંકર વરસાદનાં કારણે ગુફાનાં મુખ્ય ગેટમાં પાણી ભરાઇ જવાના કારણે તેઓ અંદર ફસાઇ ગયા છે.
બચાવકર્મીઓએ મ્યાંમા અને લાઓસની સીમા પાસેની આ ગુફામાં આખી રાત પંપથી પાણી કાઢવાની કામગીરી કરી. વરસાદ પડતો હોવાથી અને પાણીમાં વધારો થવાથી બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી છે. અંદાજે ૧૦૦૦ લોકો આ બચાવ કાર્યમાં જાડાયેલા છે. આ ટીમમાં હવાઇ ટીમ અને નેવીની ટીમ પણ સામેલ છે. નેવી સીલનું કહેવું છે કે ગુફામાં અંદાજે ૧૫ સેંટીમીટર પાણી ભરાઇ ગયુ છે.
થાઇલેન્ડનાં પીએમનું કહેવું છે કે તેમને આશા છે કે બાળકો અને તેમના કોચ જીવતા હશે. લુઆંહ નાંદ નોન ગુફામાં બાળકો ફસાયા હોવાની જાણકારી ગુફાની બહાર પડેલી તેમની સાઇકલો પરથી મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY