ન્યુ દિલ્હી,તા.૨૪
જાણીતી સમ્રાટ નમકીનની ફેક્ટરીમાંથી મોટા જથ્થામાં કેમિકલયુક્ત પાણીને ગટરમાં નાખવાવાનું રેકેટ ઝડપાયું છે. નમકીન કંપનીનું કેમિકલયુક્ત પાણી ભરેલુ ટેંકર ગટરમાં ખાલી કરવામાં આવતું ગતું. આ અંગે જાણ થતા પોલીસે ટેંકરને રોકીને તપાસ કરી હતી. જેમાં આ ટેંકર નરોડા વિસ્તારમાં આવેલી સમ્રાટ નમકીનની ફેક્ટરીમાંથી લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ પોલીસે ટેંકર કબજે કરી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોલીસને નરોડા નજીક ચિલોડા પાસે ટેંકરમાંથી કેમિકલયુક્ત પાણી ખાલી કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ પોલીસે
તાત્કાલિક ત્યાં પહોંચીને ટેંકરમાંથી ગટરમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ટેંકર ચાલકની અટકાયત કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે આ કેમિકલયુક્ત પાણી નરોડામાં આવેલી સમ્રાટ નમકીનની ફેક્ટરીમાંથી ભર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



